RTE Gujarat 2024 એડમિશન ની તારીખ, ફોર્મ અને દસ્તાવેજ ની વિગતો જાણો | RTE Gujarat Admission 2024 Start Date

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

RTE Gujarat 2024 એડમિશન: વર્ષ 2024 ના RTE Gujarat માટે ફોર્મ ભરવાનું તારીખ જાહેર કરવામાં આવી છે 14 માર્ચ 2024 થી 28 માર્ચ 2024 સુધી ફોર્મ ભરી શકાશે.

આજના લેખ માં તમને ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું. ઉપરાંત, અમે પાત્રતાના માપદંડ અને RTE Gujarat 2023 પ્રવેશ 2023 ની મહત્વપૂર્ણ તારીખ વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.

#Ad
RTE Gujarat Admission 2024
આ પણ વાંચો : RTE Gujarat 2024 ના એડમિશન માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

RTE Gujarat 2024 પ્રવેશ જાહેરાત – Admission Notification

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે . (RTE admission 2024-25 age limit) જે બાળકોએ 1 જૂન 2024 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

Gujarat admission 2024-25 online date

RTE Gujarat 2023 માં પ્રવેશ માટે નીચેની તારીખો મહત્વપૂર્ણ છે: –

પ્રક્રિયાઓઅપેક્ષિત તારીખો
નોટિફિકેશન ની તારીખ 05 માર્ચ 2024
RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ14 માર્ચ 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 માર્ચ 2024
ફોર્મ મંજૂર કરવાની તારીખ14 માર્ચ 2024 થી 28 માર્ચ 2024

RTE Gujarat 2024 Admission માટે જરૂરી ડોક્યુમેંટ્સ – RTE Gujarat 2024-25 documents

ક્રમદસ્તાવેજ નું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવોઆધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2વાલી નું જાતી નું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલી ના આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7વિચરતી જાતિઓ અને વિમુક્ત જ નજાતિઓનીમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8અનાથ બાળકજે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન નું પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( ઓછા માં ઓછું 40 % )
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન નું પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો
16સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ 
19વાલી નું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ 
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
20સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
આ પણ વાંચો : RTE Gujarat 2024 એડમિશન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

RTE Gujarat 2024 ની શાળા નું લીસ્ટ કેવી રીતે ચેક કરવું?

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

#Ad

http://rte.orpgujarat.com/Common/SchoolList

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે.
  • હવે Search પર ક્લિક કરો
  • List તમારી સ્ક્રીન પર જોવા મળશે

આ પણ વાંચો:

આર.ટી.ઈ ગુજરાત 2024 ના એડમિશન માટે વાલીઓ એ ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો

૧) આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે

૨) રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .

#Ad

3) પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું .

૪) ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.

૫) ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .

RTE Gujarat Helpline Number – હેલ્પલાઇન નંબર

RTE Gujarat Admission 2024-25 કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે 079-23253973 પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM.

#Ad

RTE Gujarat Important Links

Official Website અહી ક્લિક કરો
RTE Gujarat 2023 Admission Notificationઅહી ક્લિક કરો

FAQs

પ્રશ્ન 1 : RTE Gujarat Admission 2024-25 ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ શું છે?

જવાબ : આર ટી ઇ એડમિશન માટે ફોર્મ ભરવાના 14 માર્ચ 2024 થી શરૂ થવાના છે.

પ્રશ્ન 2 : RTE Gujarat Admission 2024-25 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ : આર ટી ઇ એડમિશન 2023-24 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2024.

Leave a Comment