પ્રજાસત્તાક દિન નિબંધ: આ લેખ માં અમે તમને પ્રજાસત્તાક દિન વિશે નિબંધ ધો 1,2,3,4,5,6,7,8,9,10,11,12 માટે છે. જેમાં પ્રજાસત્તાક દિન નો ઇતિહાસ, પ્રજાસત્તાક દિનનું મહત્વ, પ્રજાસત્તાક દિનની ઉજવણી, પ્રજાસત્તાક દિવસ પર 10 લાઇન જણાવવામાં આવ્યું છે. તો ૨૬મી જાન્યુઆરી નિબંધ પૂરો વાંચવા વિનંતી. (26 January Speech In Gujarati)
Table of Contents
26 મી જાન્યુઆરી નો નિબંધ ગુજરાતી - 26 January Nibandh In Gujarati
૨૬મી જાન્યુઆરી નિબંધ : 26 જાન્યુઆરી એટલે કે ભારત ના લોકો નો ગણતંત્ર દિવસ. આ એક એવો દિવસ છે જે દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ છે. જ્યારે ભારત સાચા અર્થમાં સ્વતંત્ર બન્યું અને લોકશાહીનો સ્વીકાર કરવા માં આવ્યો હતો. જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતુ. આપણે 2023 માં આપણો 74મો પ્રજાસત્તાક દિવસ ઊજવી રહ્યા છીએ.
ફ્રી માં ગણતંત્ર દિવસ માટે સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
પ્રજાસત્તાક દિન નો ઇતિહાસ - History of 26 January
26 જાન્યુઆરી 1950ના રોજ, આઝાદી પછીના લગભગ 3 વર્ષ પછી, આપણે એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી પ્રજાસત્તાક બન્યા. 15 ઓગસ્ટ,1947ના રોજ એટલે કે પ્રજાસત્તાક દિવસે બ્રિટિશ શાસનમાં થી અંત આવ્યો પરંતુ હજુ પણ આપણા દેશમાં એક સારા બંધારણનો અભાવ હતો. તદુપરાંત, ભારત પાસે એવા નિષ્ણાતો અને રાજકીય નેતા પણ ન હતા કે જે રાજ્યની દેશ વ્યવસ્થિત રીતે ચલાવવામાં મદદ કરી શકે. તેથી, એક વિશિષ્ટ બંધારણની રચના કરવાની સખત પડી કે જે ભારત માટે બનેલુ હોય તે સામગ્ર દેશ ને ચલાવવાં માં મદદ રૂપ બને.
ત્યાર બાદ અથાગ પ્રયત્નો અને મહાનુભાવો દ્વારા અલગ અલગ દેશ ના બંધારણ નો અભ્યાસ કરી અને બધા લોકો સાથે મળી ને જેમાં ખાસ ફાળો ડૉ.બી.આર. આંબેડકર નો છે. અને અંતે 166 ની મહેનત બાદ 28 ઓગસ્ટ, 1947ના રોજ બંધારણ ત્યાર કરવામાં આવ્યું. તૈયાર કર્યા પછી, તે જ સમિતિ દ્વારા 4 નવેમ્બર, 1947ના રોજ બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
તદ ઉપરાંત, 26મી જાન્યુઆરીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. આમ, આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે બ્રિટિશ શાસનનો અંત અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે ભારતનો જન્મ થયો હતો.
આ પણ વાંચો:
પ્રજાસત્તાક દિનનું મહત્વ- Importance of 26 January
ઘણા સમયથી 26 જાન્યુઆરી ઉજવીએ છીએ લગભગ 1950 થી, 26મી જાન્યુઆરી ભારતમાં દિવસ તરીકે ઉજવાય છે પણ 26મી જાન્યુઆરી જ શા માટે? આવો જાણીએ દિવસનું મહત્વ.
ભારતીય ઈતિહાસમાં આઝાદી દરમિયાન અને પછી સતત ચર્ચા થતી રહી હતી કે ભારત અને યુવા પેઢીને સારી રીતે શાંતિ થી જીવન જીવી શકે.
પ્રજાસત્તાક એટલે કે જ્યારે ભારત 1947માં સ્વતંત્ર થયું પછી તેનું પોતાનું કોઈ બંધારણ નહોતું, 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું.
બંધારણે ભારત સરકાર અધિનિયમ 1935 ને દેશના મૂળભૂત વહીવટી દસ્તાવેજ તરીકે બદલ્યું અને તેમાં સર્વ જાતિ માટેનુ લખાણ હતું. આપણા ભારતનું પ્રભુત્વ ભારતનું પ્રજાસત્તાક બન્યું. બંધારણીય સ્વતંત્રતા ને સુનિશ્ચિત કરવા માટે, તેના અનેક ઘડવૈયાઓએ કલમ 395 માં બ્રિટિશ સંસદના અગાઉના બધા કૃત્યોને રદ કર્યા. તેથી ભારત 26 જાન્યુઆરીએ તેના બંધારણને અમલ માં આવાથી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે.
પ્રજાસત્તાક દિનની ઉજવણી - Celebration of Republic Day In India
ભારત દેશમાં 26 જાન્યુઆરીની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે તે દિવસે જાહેર રજા હોય છે શાળા કોલેજો ઓફિસમાં રજા હોય છે દિલ્હીમાં લાલ કિલ્લા પર વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે આવે છે.
ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગવાય છે અને આર્મી નેવી એરફોર્સ ધ્વજ વંદન કરે છે, અને તેમનો સન્માન કરવામાં આવે છે, માનનીય વડાપ્રધાન શ્રી પ્રવચન આપે છે, દેશમાં સૌથી ભવ્ય પરેડ યોજવામાં આવે છે, જે દિલ્હીના રાજપથમાં કરવામાં આવે છે, દેશના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાની ઓળખાણ કરાવે છે, આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપતિ હેઠળ હોય છે, ત્યારબાદ 21 તોપોની સલામી આપવામાં આવે છે અને જવાનોને વિભિન્ન પુરસ્કાર આપવામાં આવે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં હોય છે શાળાઓમાં વિદ્યાર્થીઓ ધ્વજ વંદન કરે છે અને ઉજવણી કરે છે. ટીવીમાં રેડિયોમાં દેશભક્તિ ગીતો તેના કાર્યક્રમો ફિલ્મો વગેરે પ્રસારિત કરવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસ પર 10 લાઇન - 10 Lines on Republic Day 2023
1) 26મી જાન્યુઆરીએ, આપણે ભારતના પ્રજાસત્તાક દિવસ, દેશનો રાષ્ટ્રીય ઉત્સવ મનાવીએ છીએ.
2) 1950 માં આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું.
3) બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે, જેને ભારતના બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો, જે ભારતનો સર્વોચ્ચ કાયદો છે.
4) ભારતીય બંધારણની પ્રસ્તાવના જણાવે છે કે દેશ એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક છે.
5) વડાપ્રધાને રાજઘાટ પર શહીદોનું સન્માન કરીને દિવસની શાનદાર ઉજવણીની શરૂઆત કરી.
6) આ દિવસે સંખ્યાબંધ મહાનુભાવો અને પ્રતિષ્ઠિત વિદેશી મહેમાનોની સામે સર્વોચ્ચ સૈન્ય સન્માન પણ આપવામાં આવે છે.
7) આ દિવસે, વિવિધ પરિસ્થિતિઓમાં અનુકરણીય બહાદુરી દર્શાવનાર બાળકોને ઇનામ પણ આપવામાં આવે છે.
8) દેશભરની શાળાઓ અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
9) ભાષણ અને ચર્ચા સ્પર્ધાઓ યોજવામાં આવે છે, અને બાળકોને રાષ્ટ્રગીત "જન ગણ મન" ગાવાનું શીખવવામાં આવે છે.
10) જેઓ આપણી સ્વતંત્રતા માટે લડ્યા છે તેમને સન્માનિત કરવા માટે આ દિવસ એક રીમાઇન્ડર તરીકે કામ કરે છે.
આ પણ વાંચો:
ઉપસંહાર
આમ આપણે આપણું બંધારણ અમલમાં આવ્યું તેના માનમાં પ્રજાસત્તાક દિન ઉજવવી એ છીએ જે આપણો રાષ્ટ્રીય તહેવાર ગણાય છે.
અમને આશા છે કે તમને આ ૨૬મી જાન્યુઆરી નિબંધ ખૂબ ગમ્યો હશે અને તેમાંથી જાણવા પણ મળ્યું હશે તો આ નિબંધ ને બીજા વિદ્યાર્થીઓ અને અનેક લોકોને શેર કરો.