બેંકમાં રોકડ જમા, ઉપાડ માટે ઈનકમ ટેક્સ નો નવો નિયમ, પાન કાર્ડ ફરજિયાત !

બેંક કે પોસ્ટ ઓફિસમાં રોકડ જમા, ઉપાડ પર નવો PAN નિયમ: CBDT, એક સૂચનામાં, જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં આવી વધારે રકમ જમા અથવા બેંકોમાંથી ઉપાડ માટે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરવું ફરજિયાત રહેશે.

નાણાકીય વર્ષમાં ₹20 લાખથી વધુ જમા કરવા અથવા ઉપાડવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અથવા આધાર કાર્ડ ને જોડવું એ સરકારે ફરજિયાત બનાવ્યું છે.  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ એક સૂચનામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં આવી વધારે રકમ જમા અથવા બેંક કે પોસ્ટ ઓફિસ માંથી ઉપાડ માટે અથવા ચાલુ ખાતું ખોલવા અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલવા માટે PAN અથવા આધાર રજૂ કરવું ફરજિયાત રહેશે.

 


આ પણ વાંચો : પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

શું છે નવો નિયમ બેંકો અને પોસ્ટ ઓફિસોમાં રોકડ જમા, ઉપાડ કરવા માટે? 

આ 8 પોઇન્ટ માં સમજાવ્યું છે બેંકો અને પોસ્ટ ઓફિસોમાં રોકડ જમા, ઉપાડ કરવા માટે નવો નિયમ.


1) આ મુજબ, નાણાકીય વર્ષમાં એક અથવા વધુ બેંક ખાતામાં અથવા પોસ્ટ ઓફિસમાં ₹20 લાખથી વધુની રોકડ જમા અથવા ઉપાડ માટે PAN અથવા આધારનો ઉલ્લેખ કરવાની જરૂર પડશે.


2) એક નાણાકીય વર્ષ માં એક સાથે અથવા અલગ અલગ રીતે 20 લાખ જમા કે ઉપાડ કરેલા છે તો PAN Card જોડવું પડશે.


3) આ જરૂરિયાત સહકારી બેંકોમાંથી થાપણો અને ઉપાડ માટે પણ લાગુ પડશે છે.


4) નોટિફિકેશન કહે છે, "ટર્મ ટ્રાન્ઝેક્શન્સમાં નાણાકીય વર્ષમાં એક અથવા વધુ બેંક ખાતાઓ દ્વારા ₹20 લાખ કે તેથી વધુની રોકડ રકમ જમા/ઉપાડવાનો સમાવેશ થાય છે. માત્ર કોમર્શિયલ બેંકમાં જ નહીં પરંતુ સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસો માં પણ લાગુ પડશે"


5) CBDT દ્વારા કહેવામાં આવ્યું છે કે નવા નિયમ હેઠળ પાન અથવા આધાર નંબરની સાથે વસ્તી વિષયક માહિતી અથવા વ્યક્તિની બાયોમેટ્રિક માહિતી પ્રિન્સિપલ ડિરેક્ટર જનરલ ઑફ ઈન્કમ-ટેક્સ (સિસ્ટમ્સ) અથવા ઈન્કમ-ટેક્સ ડાયરેક્ટર જનરલને સબમિટ કરવામાં આવશે. 


6) નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ આ વ્યવહારો કરવા માગે છે તેણે જે તારીખે ટ્રાન્ઝેક્શન કરવાની ઈચ્છા છે તે તારીખના ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં PAN માટે અરજી કરવી જોઈએ.


7) જો કોઈ વ્યક્તિ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ચાલુ ખાતું અથવા રોકડ ક્રેડિટ ખાતું ખોલવા માંગે છે તો તેણે PAN જોડવાની જરૂર છે.


8) એક દિવસમાં કરવામાં આવેલ ₹50,000 થી વધુની બેંક માં જમા રકમ પર PAN જોડવું ફરજિયાત છે.


આ ઈનકમ ટેક્સ ના નિયમોમાં અને જોગવાઈઓ, સત્તાવાર ગેઝેટ પબ્લિશ થયા ની તારીખ પછી પંદર દિવસની મુદત પછી અમલમાં આવશે. એટલે કે 10-May-2022 ગેજેટ બહાર પાડવામાં આવ્યું તો તેના 15 દિવસ પછી એટલે 26-May-2022 થી આ નવા નિયમ લાગુ કરવામાં આવશે.


Official Notification - Download


આ પણ વાંચો : 


આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કેવી રીતે કરવું?

PVC આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવું?

આધાર કાર્ડ અસલી છે કે નકલી જાણો આ રીતે!

Post a Comment

Previous Post Next Post