કોરોના થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને સરકાર દ્વારા મળશે રૂ. ૫૦,૦૦૦ ની સહાય

કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારોને મળશે સહાય

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકનાં પરિવારજનોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોવીડ-૨૦૧૯ થી મૃત્યુ પામેલા લોકો નું મરણ નું પ્રમાણપત્ર હોવું ફરજિયાત  છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા જરૂરી અને વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. અને તે આર્થિક સહાય મેળવવા માટે મૃતકનાં પરિવારજનો ઓનલાઇન અથવા ઓફલાઈન ફોર્મ ભરી શકે છે.

 

કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારોને મળશે સહાય


રાજ્યમાં (કોવીડ-૨૦૧૯) કોરોના થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને રૂ.૫૦,૦૦૦ ની સહાય ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ,ગુજરાત સરકાર ની માર્ગદર્શિકા અનુસાર રૂ.૫૦,૦૦૦/ની સહાય (Ex-gratia assistance) આપવાનું નક્કી કરેલું છે. જે અન્વયે આવા કોવિડ-19 થી મૃતકના વારસદારોને ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ માંથી ફોર્મ ભરી શકીયે એવું પોર્ટલ (વેબસાઈટ) શરુ કરવામાં આવેલ છે.


https://iora.gujarat.gov.in વેબસાઈટ ના પહેલા પેજ માં Covid-19 Ex-gratia payment પર ક્લિક કરવાથી આ મુજબ ની લિંક https://iora.gujarat.gov.in/cov19_login.aspx પરથી ઓનલાઇન અરજી સારી શકશો.


સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ઓનલાઇન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

અને કેવી રીતે સહાય માટે ઓનલાઇન અરજી કરવી એ સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવવામાં આવશે.


આ પણ વાંચો : વિધવા સહાય યોજના

ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવા માટે જરૂરી પુરાવા 

આ વેબસાઈટ ઉપર મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી OTP જનરેટ કરીને લોગીન કરી ને કોઈ પણ એક પુરાવો અપલોડ કરી અરજી કરવાની રહેશે.


 • RT-PCR 
 • રેપીડ એન્ટીજન
 • મોલેકયુલર ટેસ્ટ 
 • કોવિડ-19 તબીબી સારવાર નિદાનના આધારની નકલ
 • ફોર્મ-4 / ફોર્મ 4-A 

આ સિવાય નીચે મુજબના ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.


 • મૃતક ના મરણ પ્રમાણપત્રની નકલ  
 • વરસદારોનું સોગંદનામું 
 • સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક અથવા કેન્સલ ચેક ની નકલ 


જો તમારે ઓનલાઇન અરજી ના કરવી હોઈ તો તમે તમારા લાગુ પડતા મામલતદાર કચેરી કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ (ઓફલાઈન) અરજી પહોંચાડીને પણ અરજી કરી શકો છે.


ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?


નીચે આપેલી pdf માં સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલું છે કે અરજી કેવી રીતે કરવી અને ફોર્મ કેવી રીતે ભરવું. PDF ડાઉનલોડ કરી ને તમે આખી પ્રોસેસ જોઈ શકો છો.


કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓન-લાઇન અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ 


અહીં ક્લિક કરો : Download PDF 


અરજદાર / મૃતકના વારસદારને જો અરજીના નિર્ણય સામે વાંધો કે ફરિયાદ હોઈ તો નીચે જણાવ્યા પ્રમાણે રી-ડ્રેસલ સમિતિમાં ઓનલાઇન https://iora.gujarat.gov.in પોર્ટલ ઉપર અથવા કલેક્ટર કચેરી /મહાનગરપાલિકા કચેરી અરજી કરી શકાશે. : મહાનગરપાલિકા વિસ્તાર માટે :

: મહાનગરપાલિકા સિવાયના  વિસ્તાર માટે :

 • નાયબ મ્યુન્સિપલ કમિશ્નર (હેલ્થ) (અધ્યક્ષ)
 • મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર (CDMO )
 • હેલ્થ ઓફિસર (MOH) સંબંધિત મહાનગરપાલિકા (સભ્ય સચિવ)
 • ફિઝીશીયન (જિલ્લા હોસ્પિટલ મેડિકલ કોલેજ)
 • પ્રોફેસર ,કોમમ્યુનિટી મેડિસિન  
 • નિવાસી અધિક કલેકટર (RAC) (અધ્યક્ષ)
 • મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર (CDMO )
 • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) (સભ્ય સચિવ)
 • ફિઝીશીયન (જિલ્લા હોસ્પિટલ મેડિકલ કોલેજ)
 • પ્રોફેસર ,કોમમ્યુનિટી મેડિસિન આ સિવાય પોર્ટલ સંબંધિત ઓનલાઇન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે હેલ્પલાઇન નં ૧૦૭૭ અને સ્ટેટ કંટ્રોલ નં ૦૭૯-૨૩૨૫૧૯૦૦ ઉપર સંપર્ક કરી શકાશે.


આ પણ વાંચો : 

વ્હાલી દીકરી યોજના 2021

પ્રધાનમંત્રી આવાસ યોજના 2021

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના


Post a Comment

Previous Post Next Post