નોકરી કરનારા લોકો માટે મોટા સમાચાર: PF ગ્રાહકો માટે 1 જૂનથી નવો નિયમ લાગુ થશે, ખાતાને આધારથી વેરિફિકેશન કરવું પડશે.
રોજગાર લોકો માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે (PF) પી.એફ. સાથે સંબંધિત મોટા સમાચાર છે. હવે જોબ આપતી કંપનીએ PF ખાતાને આધારથી વેરિફિકેશન કરવું પડશે. નવો નિયમ 1 જૂનથી અમલમાં આવશે.
નવા નિયમ મુજબ, જો નોકરી આપવા વાળી કંપની એટલે કે Employer આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો પછી ગ્રાહકના ખાતામાં Employer નું Transaction બંધ થઈ શકે છે. આવી સ્થિતિમાં, PF ધારક માટે તેમના પીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું મહત્વપૂર્ણ બની ગયું છે. ઉપરાંત, PF ધારક UAN Account પણ આધારથી જોડાયેલું હોવું જરૂરી છે.
જાણી લો શું છે EPFO નો નવો નિયમ !
EPFO એ આ નિર્ણય સામાજિક સુરક્ષા સંહિતાની કલમ -142 હેઠળ લીધો છે.
ચુકાદા અંતર્ગત નિયોક્તાને જે કહેવામાં આવ્યું છે તે છે કે 1 જૂનથી, જો કોઈ પીએફ એકાઉન્ટ આધાર સાથે જોડાયેલ નથી અથવા UAN આધારથી જોડાયેલ નથી, તો આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનિક ચલણ અને રીટર્ન (ECR) ભરવામાં આવશે નહીં.
ઉપરાંત, પીએફ એકાઉન્ટમાં એમ્પ્લોયરનું ટ્રાન્જેક્શન પણ બંધ કરી શકાય છે. EPFO આ અંગે એમ્પ્લોયરો માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
જો પીએફ એકાઉન્ટ ધારકનું ખાતું આધાર સાથે જોડાયેલું નથી, તો તેઓ ઇપીએફઓની સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં.
આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી ચેક કરો આ રીતે !!
પીએફ ખાતાધારકો એ શું કરવું જોઈએ?
PF account માં આધાર KYC કેવી રીતે કરવી?
પીએફ ખાતાધારકો EPFO www.epfindia.gov.in પરની સત્તાવાર વેબસાઇટ પર લોગીન કરીને તેમના ખાતાને આધાર સાથે લિંક કરી શકે છે. આ માટે તમે આ પગલાંને અનુસરી શકો છો…
- EPFO વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ની મુલાકાત લો
- UAN number અને password ઉપયોગ કરીને તમારા ખાતામાં લોગીન કરો
- Manage પર ક્લિક કરી KYC વિકલ્પ પર ક્લિક કરો.
- નવું પેજ ખુલશે જ્યાં તમે તમારા ઇપીએફ એકાઉન્ટથી કનેક્ટ થવા માટે ઘણા દસ્તાવેજો જોઈ શકો છો.
- Aadhaar વિકલ્પ પસંદ કરો અને આધાર કાર્ડ પર તમારો આધાર નંબર અને તમારું નામ લખો અને સેવ પર ક્લિક કરો.
- તમારી માહિતી સુરક્ષિત રહેશે, UIDAI ના ડેટા સાથે તમારા આધારની ચકાસણી કરવામાં આવશે
- એકવાર તમારા KYC દસ્તાવેજો વેરીફાઈ થઈ ગયા પછી, તમારો આધાર તમારા EPF account સાથે લિંક થઈ જશે અને તમને તમારી આધાર વિગતોની આગળ લખેલ “વેરિફાઇ” મળશે.