આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવું | આયુષ્માન ભારત યોજના | Ayushman bharat yojna

વધુ જાણકારી માટે 14555 અથવા 1800 111 565 પર કોલ કરો.


આયુષ્માન ભારત યોજના  



આયુષ્માન ભારત યોજના અથવા  વડાપ્રધાન આરોગ્ય યોજના (PMJAY)  23 - સપ્ટેમ્બર -2018 માં MoHFW મિશન હેઠળ શરૂ કરવામાં આવેલી એક કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે.

તમને બધાને ખબર જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી એ આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સામાન્ય નાગરિકને પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર ફ્રી માં મળી રહેશે.

તો તેનો લાભ તમને કેવી રીતે મળી શકે અને તમારું નામ આ યોજના માં  છે કે નહીં તે તમે ચેક કેવી રીતે કરી શકો.

આજે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું કે તમે કેવી રીતે આયુષ્માન ભારત માં નામ નોંધવામાં આવ્યું છે કે નહીં તે તમે ચેક કરી શકો.

આયુષ્માન ભારત યોજના ની વેબસાઈટ ઉપર ચેક કરી શકો છો

https://mera.pmjay.gov.in/search/login

સૌ પ્રથમ તમારે આ ઉપર આપેલી વેબસાઈટ ક્લિક કરવાનું રહેસે


                                                 1)
પહેલા તો તમારે તમારા મોબાઈલ નંબર થઈ રજીસ્ટ્રેશન કરવું પડશે.



                                                 2)
મોબાઈલ નંબર નાખતા ની સાથેજ તમારા મોબાઈલ પર એક otp આવશે જે તમારે વેબસાઈટ માં દાખલ કરવો પડશે.



                                                 3)
ત્યાર પછી તમને ઓપ્શન સિલેક્ટ કરવાનું કહેશે



                                                 4)
તમે જેનાથી પણ તમારું નામ શોધવા માંગતા હોય તે સિલેક્ટ કરો.
1.નામ દ્વારા 
2.રાશન કાર્ડ નંબર
3.મોબાઇલ નંબર



                                                 5)
અહીંયા મેં નામ દ્વારા સિલેક્ટ કરેલું છે 
તો તમારે અહીંયા તમારું નામ જે રાશન કાર્ડ માં વિગત છે એ નાખવાનું રહેશે.



                                                 6)
તમારી વિગત ભરતા ની સાથે તમારું નામ આયુષમાન ભારત યોજના માં હશે તો તમને તે બતાવશે.



                                                 7)
Family details ઉપર ક્લિક કરતા ની સાથે જ તમારા પરિવાર ની બધી જ વિગત ખુલી જશે
તો તમે જોઈ શકો છો કે આયુષ્માન ભારત યોજના માં તમારા પરિવાર ના સદસ્યો ના નામ તમે જોઈ શકો છો


અને પછી તમારે get details on sms પર ક્લિક કરવાનું રહેશે અને તમારા HHID નમ્બર મોબાઇલ માં આવી જશે અને તેને લઈ તમારે નજીક ના આરોગ્ય કેન્દ્ર જવાનું રહેશે.

આ બધું થાય પછી તમને ખબર પડી ગઈ હશે કે તમારું નામ આયુષમાન ભારત યોજના માં છે કે નહિ.
અને જો તમારું નામ નથી તો તમારે ગભરાવા ની જરૂર નથી
તમારા ઘરે એક ટપાલ આવશે જેના દ્વારા તમે લાભ લઇ શકશો.

હવે તમારે આ HHID નંબર અથવા ટપાલ લઇ ને તમારા નજીક ના આરોગ્ય કેન્દ્ર ટપાલ માં જેનું નામ છે તે બધા વ્યક્તિ ને જવાનું રહેશે.
અને સાથે બધા સદસ્ય ના આધાર કાર્ડ અને રાશન કાર્ડ લઇ જવું પડશે.


વધુ જાણકારી માટે 14555 અથવા 1800 111 565 પર કોલ કરો.



Post a Comment

0 Comments